રિપોર્ટ@નવસારી: મામલતદાર કચેરીના ઈ-ધરા વિભાગના કમ્પ્યુટર ઓપરેટર 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

એસીબી ની ટ્રેપ થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો
 
રિપોર્ટ@નવસારી: મામલતદાર કચેરીના ઈ-ધરા વિભાગના કમ્પ્યુટર ઓપરેટર 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં લાંચના કેસ ખુબજ વધી ગયા છે. કોઈ પણ કામ કરાવવા  માટે લાંચ આપવી પડતી હોય છે.  સરકારી કચેરીઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને ઉજાગર કરવા માટે એન્ટીકરપ્શન બ્યુરો સતત ફરિયાદના આધારે છટકુ ગોઠવી સરકારી કર્મચારીઓને ઝડપી પાડે છે. જ્યારે ફરિવાર નવસારી જિલ્લાના મામલતદાર કચેરીના ઈ-ધરા વિભાગના કમ્પ્યુટર ઓપરેટર એસીબીના છટકામાં ભેરવાતા મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાયો છે. ગણદેવી ઈ ધરાના આઉટ સોર્સિંગના કોમ્યુટર ઓપરેટર અલ્પેશ હળપતિ અને મનીષ તલાવિયા 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.

ગણદેવી મામલતદાર કચેરીની ઇ ધરા કચેરીમાં 7/12 અને 8/અ ની નકલો માટે 500 થી 2000 રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ થઈ હતી.જેના આધારે જાગૃત નાગરિક દ્વારા એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક થયો હતો. અધિકારીઓ દ્વારા કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું.ACB ની ટીમે 7/12 અને 8/અ ની નકલ માટે છટકું ગોઠવી બંનેને 500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડયા હતા.

ACB પોલીસની ટીમે બંને આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગણદેવી મામલતદાર કચેરીમાં એસીબી ની ટ્રેપ થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.