રિપોર્ટ@વડોદરા: ચાંદોદમાં કોન્સ્ટેબલને ACBએ 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો
લાંચિયા કર્મચારી સકંજામાં આવી ગયો છે
Dec 9, 2023, 18:54 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વધુ એક વાર લાંચિયા કર્મચારી સકંજામાં આવી ગયો છે. વડોદરાના જિલ્લામાં આવેલા ચાંદોદમાં કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. ACBએ છટકુ ગોઠવીને કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લીધો છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકમાં આવેલા ચાંદોદમાં કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે. છોટાઉદેપુર ACBએ ચાંદોદમાં છટકુ ગોઠવીને આ લાંચિયા કોન્સ્ટેબલને પકડી પાડ્યો છે. કોન્સ્ટેબલ મોતી વજાભાઈ રબારી 35 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયો છે. વજાભાઈ રબારી ચાંદોદના તેન તળાવ બીટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. કોન્સ્ટેબલે આરોપી પાસેથી માર ન મારવાના 35 હજાર રુપિયાની માગણી કરી હતી. ACBએ રોકડા રૂપિયા લેતાં કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી પાડ્યો છે.