રિપોર્ટ@ગુજરાત: TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં IAS-IPS સામે ક્રિમિનલ ઇન્કવાયરીનો ઓર્ડર

ઇન્કવાયરીનો ઓર્ડર
 
રિપોર્ટ@ગુજરાત: TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં IAS-IPS સામે ક્રિમિનલ ઇન્કવાયરીનો ઓર્ડર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગતા 27 લોકો ભસ્મ થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટનામાં 8 શખસ સામે FIR થઈ છે, જેમાંથી 5 શખસની ધરપકડ થઈ છે અને એકનું મૃત્યુ નીપજ્યું છે, ત્યારે રાજકોટમાં બીજી એક ફરિયાદ થઈ છે કે, ઉચ્ચ જવાબદાર અધિકારીઓના નામ FIRમાં સામેલ કરવાની અપીલ સામે કોર્ટે પોલીસને આ બાબતે તારીખ 20 જૂન સુધીમાં રિપોર્ટ ફાઈલ કરવાનું જણાવ્યું છે. એવી શક્યતા એ છે કે, આ રિપોર્ટમાં ઉચ્ચ અધિકારીઓ સામે જેમનું ફરિયાદમાં નામ નથી તેઓનો રેલો આવી શકે છે. ભાસ્કર પાસે આ ઓર્ડરની કોપી છે.


વિનેશ છાયા નામના વકીલ દ્વારા કરવામાં આવેલી આ પીટીશન રાજકોટમાં ઘટના સમયે IAS અને IPS ઓફિસર્સ પોસ્ટ પર હતા. તેની સામે પગલા લેવા માંગ કરી હતી. આ અરજી ધ્યાનમાં લેતા રાજકોટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બી.પી.ઠાકરે ક્રિમિનલ ઇન્કવાયરી ઓર્ડર કરતા લખ્યું છે કે, રાજકોટ તાલુકા પોલીસ આ અરજીમાં થયેલી ફરિયાદમાં શું પગલાં લીધા તેનો રિપોર્ટ 20 જૂન સુધીમાં ફાઇલ કરે.

કોર્ટના ઓર્ડર પ્રમાણે પોલીસે જ્યારે એક FIR ફાઈલ કરી છે અને વકીલે તે પછી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તો અત્યારે એક જ કેસ માટે બે FIR દાખલ ના થઈ શકે પણ અરજીમાં જે નામ આપ્યા છે. તેમની સામેનો સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા કોર્ટે 20 જૂન સુધીનો સમય આપ્યો છે. આ ઓર્ડરના અમલમાં પોલીસે રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ જેમ કે.બી. ઠેબા, ગૌતમ જોશી જેના નામ પોલીસે કરેલી FIRમાં ના હતા. જેથી તેમની સામે પણ રેલો આવી શકે છે.

દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા વકિલ વિનેશ છાયાએ જણાવ્યું હતું કે, અરજીમાં અમે રાજકોટ કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલ અને કમિશનર રાજુ ભાર્ગવ સામે પણ FIR કરવાની માગ કરી છે. કોર્ટે કહ્યું કે, હાલના તબક્કે બીજી FIR તો ના નોંધી શકે પણ કોર્ટે ઓર્ડર આપ્યો છે કે, અમારી અરજીમાં જે પણ ફરિયાદ છે તેની સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ 20 તારીખ સુધીમાં પોલીસે ફાઈલ કરવો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને રાજુ ભાર્ગ બંનેને બીજા દિવસે જ તાત્કાલિક બદલી કરવામાં આવી હતી અને તેમને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં રાખ્યા છે.


રાજકોટ અગ્નિકાંડમાં સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. જેમાં સીઆઈડી ક્રાઈમમાં વડા સુભાષ ત્રિવેદી, કમિશનર ટેક્નિકલ એજ્યુકેશન બંછાનિધી પાની, એફએસએલ ડાયરેક્ટર એચ.પી. સંઘવી, અમદાવાદ ચીફ ફાયર ઓફિસર જે.એન. ખાડિયા અને સુપરિટેન્ડિંગ એન્જિનિયર રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ એમ.બી. દેસાઈનો સમાવેશ થાય છે. સુભાષ ત્રિવેદી અને એચ.પી. સંધવી ગાંધીનગર આવી ગયા છે અને ડીજી ઓફિસમાં લાગતા વળગાં અધિકારીઓની પુછપકરછ કરવામાં આવી રહી છે. જોવાનું રહ્યું કે, શું જૂન પહેલા અધિકારીઓને પુછતાછમાં બોલવશે?


કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગથી 28 લોકો ભડથું થઈ ગયા છે. ત્યારે આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના PSI પ્રજ્ઞેશ બી. ત્રાજીયાએ ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી સહિત 6 શખસ અને તપાસમાં ખૂલે એ શખસો સામે ફરિયાદ દાખલ કરી છે. આ આરોપીઓ સામે પોલીસે IPC કલમ 304, 308, 337, 338, 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધી કલમો જોતા આરોપીઓને 10 વર્ષથી આજીવન કારાવાસની સજા થઈ શકે છે.