રિપોર્ટ@ગુજરાત: યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ, અંબાજી મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું

લાખો લોકોએ માં અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
 
રિપોર્ટ@ગુજરાત: યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ, અંબાજી મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે. ચારે તરફ ભક્તિમય વાતાવરણ છવાયેલું છે. નવરાત્રિના પાવન દિવસોમાં ભક્તોમાં માતાજી પ્રત્યે અનેરો પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી રહ્યા છે.

નવરાત્રિના પર્વમાં લાખો લોકોએ માં અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આજે પણ અંબાજી મંદિરમાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં આસો સુદ આઠમ સુધી રોજ સવારે બે મંગળા આરતી થાય છે

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં આસો નવરાત્રી પર્વ દરમિયાન એક ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 1,111 બાલિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું, જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું.