રિપોર્ટ@ગુજરાત: ખંભાતના અખાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા
 
રિપોર્ટ@ગુજરાત: ખંભાતના અખાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લાબા સમયના વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયું છે. કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. ખંભાતના અખાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસશે.