રિપોર્ટ@દાહોદ: 20 વર્ષીય યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

 પોલીસે ગુનો નોંધ્યો હતો.
 
રિપોર્ટ@દાહોદ: 20 વર્ષીય યુવતીનું અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યું, પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં બળત્કારના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી  બળત્કારની ઘટનાઓ સામે આવતી હોય છે.  દાહોદ જિલ્લાના ખેત મજૂર પરિવારની 20 વર્ષીય યુવતી નું છ એક માસ અગાઉ અપહરણ કરી જૂનાગઢ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતાં દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ રૂરલ પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરી હતી.

હિંમતનગરને અડીને આવેલ પાણપુર પાટિયા ખાતે અમિતભાઈના ખેતરમાં ખેત મજૂરી કરતાં દાહોદ જિલ્લાના ફતેપુરાના ખેત મજૂર પરિવારની 20 વર્ષીય યુવતીનું હાજતે જઈ પરત આવવા દરમ્યાન તા.27-08-23ના રોજ અશ્વિનભાઈ પરથિંગભાઈ પારગી, પરથિંગભાઈભાઈ નારસિંગભાઈ પારગી અને બાબુભાઈ નારસિંગભાઈ પારગી (રહે. ડુંગરા તા.ફતેપુરા) નામના ત્રણ શખ્સો અપહરણ કરી જૂનાગઢ લઈ ગયા બાદ તા.26-02-24 સુધી અશ્વિનભાઈ પારગી નામના શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવા અંગે ભોગ બનનારે દાહોદ જિલ્લાના સુખસર પોલીસ સ્ટેશનમાં તા. 5-03-24ના રોજ ફરિયાદ નોંધાવ્યા બાદ ઘટના રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાથી રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો.

ખેત મજૂર પરિવાર પાણપુર પાટિયા પાસે રહી મજૂરી કરતો હતો હિંમતનગર રૂરલ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ