રીપોર્ટ@દાહોદ: યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે 4 આરોપીઓને દબોચ્યા

 હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
 
રીપોર્ટ@દાહોદ: યુવકની  હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે  4 આરોપીઓને દબોચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદના મિલાપ શાહની હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા મિલાપ શાહ નામના 42 વર્ષીય વ્યક્તિનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.25 ઓક્ટોબરની રાત્રે મિલાપ ગુમ થયો હતો.

ત્યારબાદ 26 ઓક્ટોબરે તેની માસીના ઘરમાંથી તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ મામલે દાહોદ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, એક અઠવાડિયા અગાઉ પરિવાર સાથે દીકરીની બર્થ-ડે પાર્ટી કરવા મિલાપ દાહોદની હોટલમાં ગયો હતો. ત્યાં મૂળ નેપાળના સૂરજ કેશી, મદન થાપા અને મુંબઈના રણજીત સહિત પાંચ વેઈટરોના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ લૂંટના ઈરાદે મિલાપને મળવા દાહોદ ગયા હતા. જ્યાં દેસાઈવાડના રિદ્ધિ-સિદ્ધી એપાર્ટમેન્ટમાં છરીના ઘા મારી મિલાપની હત્યા કરી હતી.

મિલાપે પહેરેલી સોનાની ચેઈન સહિતના દાગીના લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં સામેલ પાંચ પૈકી એક આરોપીનું મુંબઈ-સુરતની ટ્રેનમાંથી પડી જતા મોત નિપજ્યું છે. બાકીના ચાર આરોપીઓ પોલીસના સકંજામાં છે. હત્યા પાછળનું સાચુ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.