રિપોર્ટ@ગુજરાત: ભાજપના ધારાસભ્યના પિતા 17 લાખની લાંચ માંગતા ઝડપાયા

જેમાં 17 લાખની માંગ કરવામાં આવી હતી જોકે, છેવટે 12 લાખમાં ડીલ પાકી થાય છે.
 
કાર્યવાહી@કાલાવડ: લાંચ લેતા કેસમાં તલાટી મંત્રીને અદાલતે ત્રણ વર્ષની કેદની સજા અને રૂા.15000 દંડ ફટકાર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં લાંચના કેસ ખુબજ વધી ગયા છે. કેટલાક  અધિકારીઓ કોઈ પણ કામ કરવા માટે લાંચ લઇ રહ્યા છે. દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ધારાધોરણ મુજબ શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરીએ હાજર કરવાની અવેજીમાં રૂપિયા 17 લાખની માંગણી કરાયાનો આક્ષેપ કરી કેટલાક વીડિયો પણ પુરાવારૂપે જાહેર કરવામાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

ગાંધીનગર ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો કરી તપાસની માગ પણ કરાઈ છે. જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે તે ટ્રસ્ટી બચુભાઈ એન. કિશોરી એ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનાં પિતા છે.

નિમણૂક લેવા પહોંચેલા શિક્ષકોએ જ તેમનું સ્ટિંગ કરી દીધું છે. જ્યારે આની સત્યતા હોવાની ખરાઈ યુવરાજસિંહે કરી છે. જેમાં 17 લાખની માગ કરવામાં આવી હતી જોકે, છેવટે 12 લાખમાં ડીલ પાકી થાય છે.