રિપોર્ટ@ડાકોર: કારતકી પૂનમે રાજા રણછોડને ₹1.25 લાખનો મુગટ પહેરાવાયો

ડાકોરમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભક્ત બોડાણાની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકાધીશ દ્વારકાથી ડાકોર પધાર્યા, તેને આજે 871 વર્ષ પૂર્ણ થયા છે. કારતકી પૂનમ અને દેવ દિવાળીના પાવન પર્વે ડાકોરમાં ભક્તિનો મહાસાગર ઉમટી પડ્યો હતો.વહેલી સવારે 4:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી થઈ, ત્યારબાદ આખો દિવસ ભક્તોને સતત દર્શનનો લાભ મળ્યો હતો.

ભક્તોની ભારે ભીડને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો.આજના પાવન દિવસે રાજા રણછોડે વર્ષો જૂનો સવા લાખનો અમૂલ્ય મુગટ ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા.

વર્ષો પહેલા એક ભક્ત દ્વારા ભેટમાં આપવામાં આવેલો આ મુગટ ભગવાન વર્ષમાં માત્ર 3 જ વખત ધારણ કરે છે.સમગ્ર મંદિર રોશની અને ફૂલોના શણગારથી ઝળહળી ઉઠ્યું હતું. ભક્તોએ "જય રણછોડ માખણચોર" ના જયઘોષથી સમગ્ર ડાકોર ગજવી દીધું હતું.