રિપોર્ટ@સુરેન્દ્રનગર: મેવાણી પાસે દલીત સમાજે જમીન મુદ્દે રજૂઆત કરી

જમીન મુદ્દે મેવાણી મેદાનમાં
 
રિપોર્ટ@સુરેન્દ્રનગર: મેવાણી પાસે દલીત સમાજે જમીન મુદ્દે રજૂઆત કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રસ કાર્યકર્તાઓ દ્વારા  ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. જે મોરબીથી શરૂ થઈ ગાંધીનગર સુધી જશે. ત્યારે આ ન્યાય યાત્રા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં છે.

આ વચ્ચે જીગ્નેશ મેવાણી પાસે દલીત સમાજે જમીન મુદ્દે રજૂઆત કરી હતી. જેને પગલે જીગ્નેશ મેવાણીએ આ અંગે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં 30 હજાર વીઘા જમીનમાં માથાભારે શખ્સોએ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાના આક્ષેપ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, 24 અને 25 ઓગસ્ટે આ જમીનનો કબ્જો લઈશું, જેને વચ્ચે ડહાપણ કરવું હોય તે પ્રયોગ કરી લે'