રિપોર્ટ@ગુજરાત: કલોલ તાલુકામાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં 3 વ્યકિતઓના મૃત દેહ મળી આવ્યા

જેમાં બે વ્યક્તિની ઓળખ થઈ છે
 
રિપોર્ટ@ગુજરાત: કલોલ તાલુકામાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં 3 વ્યકિતઓના મૃત દેહ મળી આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે.  આજે કલોલ તાલુકાના પસાર થતી મુખ્ય કેનાલ 3 વ્યકિતઓના મૃત દેહ મળી આવ્યા છે. જેમાં બે વ્યક્તિની ઓળખ થઈ છે તેમજ એક વ્યક્તિની અજાણી લાશ જે આશરે 10 દિવસ પહેલાંની હોવાનું જણાય છે. કલોલ તાલુકાના છત્રાલ ગામે એક વ્યક્તિનું હાર્ટ અટેક આવવાના કારણે મોત નિપજતાં 4 વ્યક્તિના આજે કલોલ સરકારી હોસ્પિટલમાં ખાતે પીએમ કરવામાં આવ્યા હતા. ઉનાલી કેનાલમાં અમદાવાદના 5 વ્યક્તિ ડૂબ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ મળી આવતા જેને અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો બાકીના 4ની શોધખોળ ચાલે છે.

આ બનાવની હકીકત એવી છે કે, કલોલ તાલુકાની મુખ્ય કેનાલ અને સબ કેનાલ ડૂબવાનું અલગ અલગ ઘટનાઓ બની છે. આજની આ ઘટનાઓમાં ચૌહાણ તરુણભાઈ ઈશ્વરભાઈ (રહે આલસોડિયા, ઉંમર વર્ષ 17) વણસોલ પાસેની કેનાલમાંથી મૃત મળી આવ્યો હતો. જે ધોરણ 12 અભ્યાસ કરતો હતો. તેમજ અશોકભાઈ જગાભાજી સેનામાં (રહે રામનગર કલોલ તાલુકાના જાસપુર પિયજ) તેમજ વણસોલ મુખ્ય કેનાલમાંથી 3 લાશ મળી આવી હતી. જ્યારે 1 અજાણી લાશ મળી છે.

કલોલ તાલુકાના છત્રાલ ગામના સુશીલ શુકલાનું હાર્ટ અટેકને મોત નીપજ્યું હતું. આજે કલોલ સરકારી હોસ્પિટલમા એક દિવસમાં 4 ડેટ બોડીનું પીએમ કરવામાં આવ્યું હતું તેમ સત્તાવાર સૂત્રો જણાવ્યું હતું.