રિપોર્ટ@ગુજરાત: સહકારી મંડળીમાં કરોડોની છેતરપિંડી બાબતે સસ્પેન્ડ અધિકારીઓને ફરજ ઉપર લેવા મંત્રીઓની માગ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલીક વાર છેતરપિંડીનાં બનાવો સામે આવતા હોય છે. ગીરગઢડા તાલુકાના શાણા વાંકિયા ગામે સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ખેડૂત ખાતેદારો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. જે બાબતને લઈને જુનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા ફરજ પરના ચાર કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને લઇને આજે ઉના જુનાગઢ જિલ્લા સહકારી બેંક ખાતે ઉના અને ગીરગઢડા સહકારી મંડળીઓના મંત્રીઓએ એકઠા થઇ આ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓને ફરજ ઉપર લેવા માટે આવેદન આપ્યું હતું.
આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉના ગીરગઢડા બેંકના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે ખરેખર વ્યાજબી નથી. જે ઉના શાખામાં 175થી 200 કરોડનું ધિરાણ હોય અને 5થી 6 હજાર ખેડૂતોનું સમયસર ધિરાણ કરવાનું હોય છે. જેના ભાગરૂપે આ અધિકારીઓ પ્રેક્ટિકલ તેમજ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને કોઈ મંત્રીઓ પાસે કે ખેડૂતો પાસે કોઈ પ્રકારની લાલચ રાખી નથી. કોઈપણ જાતની અપેક્ષા કે માંગણી પણ કરેલ નથી.
આમ અમુક લોકો દ્વારા જુનાગઢ જિલ્લા સહકારી બેંકને એન કેન પ્રકારે બદનામ કરવાનું ષડયંત્ર પણ હોય શકે. જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકને વિચાર કરે અને હાલ સુધી બેંક મંડળી અને ખેડૂતોનું હિત ધ્યાને રાખી બેંકના અધિકારીઓએ જે પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક કામ કરેલ છે તો બેન્કે આ નિર્ણય લીધો છે તે આવનાર સમયમાં બેંક મંડળી અને ખેડૂતો પ્રત્યેનો વિશ્વાસ જતો રહશે.
બેન્કે અધિકારીઓ વિરુદ્ધ જે નિર્ણય લીધો છે. જે પુનઃવિચારના કરી સત્વરે યોગ્ય અને પ્રામાણિક નિર્ણય લેવા અરજ છે. આ બાબતને ધ્યાનમાં રાખી આવા અધિકારીઓને પુનઃ ફરજ ઉપર લઈ લેવા ઉના ગિરગઢડા તાલુકાના મંત્રીઓની માંગણી કરી હતી.