રિપોર્ટ@દેશ: આર્મી-વાન 350 ફૂટ ઊંડી ખીણમાં પડી, 5નાં મોત, 10 જવાન ઘાયલ
બાલનોઈ વિસ્તારમાં ઘોડા પોસ્ટ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં વાન ખીણમાં પડી ગઈ હતી.
Dec 25, 2024, 10:08 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર એક ભયાનક દુર્ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી-વાન 350 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં 18 સૈનિક હતા, જેમાંથી 5નાં મોત થયાં છે. એ જ સમયે 10 ઘાયલ થયા છે. 4ની હાલત ગંભીર છે. લાપતા 3 જવાનની શોધ ચાલુ છે.
તમામ સૈનિકો લાઈન ઓફ કંટ્રોલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બાલનોઈ વિસ્તારમાં ઘોડા પોસ્ટ પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં વાન ખીણમાં પડી ગઈ હતી. તમામ સૈનિકો 11 મરાઠા રેજિમેન્ટના હોવાનું કહેવાય છે.
દુર્ઘટનાની માહિતી મળતાંની સાથે જ સેનાની ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરૂ કર્યું હતું. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.