રિપોર્ટ@હળવદ: ટ્રકમાંથી ડીઝલ ચોરીનું કોભાંડ ઝડપાયું, ૨૦.૪૬ લાખનો મુદામાલ જપ્ત

લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર નવાર કેટલાય ગુનાના કેસ સામે આવતા હોય છે. દિવસે-દિવસે ગુનાઓ વધતા જાય છે.  હળવદ તાલુકાના સુખપર ગામ નજીક આવેલ કનૈયા હોટેલ ખાતે ટ્રક ટ્રેઇલરની ટાંકીમાંથી ડીઝલ કાઢી ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશકર્યો. 6 ઇસમોને ઝડપી લઈને ડીઝલ, ૨ ટ્રેઇલર, બાઈક, છ મોબાઈલ સહિતના ૨૦.૪૬ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સુખપર ગામ નજીક કનૈયા હોટેલ ખાતે રેડ કરી હતી. હોટલ માલિક અને હોટેલ કામદારો ટ્રેઇલરના ડ્રાઈવરો સાથે મળીને ટ્રક ટ્રેઇલરની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ ચોરી કરી. ઓછી કીમતે ડીઝલ ખરીદી કરતા હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.  સ્થળ પરથી પોલીસે આરોપી જયેશ બાબુલાલ સિંધવ રહે હળવદ, કિશન મગનભાઈ જાદવ રહે સુખપર તા. હળવદ, સરવનસિંહ ગીસાસિંહ રાવત, કિશનસિંહ બાબુસિંહ રાવત, બલવીરસિંહ માગુંસિંગ રાવત અને મદનસિંહ મોહનસિંહ રાવત રહે બધા રાજસ્થાન વાળાને ઝડપી લીધા હતા.

જ્યાં સ્થળ પરથી ડીઝલ ૧૧૫ લીટર કીમત રૂ ૧૦,૫૮૦, ટ્રેઇલર જીજે ૧૨ બીડબલ્યુ ૨૬૨૦ કીમત રૂ ૧૦ લાખ, ટ્રેઇલર જીજે ૧૨ બીડબલ્યુ ૨૪૨૧ કીમત રૂ ૧૦ લાખ, બાઈક જીજે ૧૩ કેકે ૩૦૯૭ કીમત રૂ ૨૦ હજાર, છ મોબાઈલ ફોન કીમત રૂ ૧૫,૫૦૦, પ્લાસ્ટિક ખાલી કેરબા નંગ ૧૭ અને પ્લાસિક નળીઓ સહીત કુલ રૂ ૨૦,૪૬,૪૨૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

જે કામગીરીમાં હળવદ પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ વી પી વ્યાસ, સર્વેલન્સ ટીમ અને હળવદ પોલીસ સ્ટેશન એ, બી બીટ સ્ટાફ જોડાયેલ હતો.