રિપોર્ટ@ગુજરાત: ગેસ લાઈન માટે ખાડા ખોદ્યા પણ પૂર્યા નહીં, લોકોને તકલીફ પડી

 પાર્કિંગ સહિત અવરજવરમાં પણ હાલાકી
 
રિપોર્ટ@ગુજરાત: ગેસ લાઈન માટે ખાડા ખોદ્યા પણ પૂર્યા નહીં,  લોકોને તકલીફ પડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. હાલમાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકાની ગોકુળ ગાયની ગતિએ ચાલતી પ્રિ- મોન્સુનની કામગીરીના કારણે શહેરની જનતાને મૂશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. જેમાં શહેરમાં થંડર સ્ટ્રોમની અસર વર્તાતા વરસાદને પગલે રહિશો હેરાન થયા છે. ગેસ વિભાગે ચોમાસુ આવવાની તૈયારી છે ત્યારે કામગીરી શરૂ કરી છે. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી લઈને ટાવર ચાર રસ્તા અને ત્યાંથી કોઠીના ઢાળ સુધી ગેસ લાઈનમાં કામગીરીની નામે વિવિધ જગ્યાએ ખાડા ખોદી દીધા છે. કેટલીક જગ્યા ખાડા પૂરી દેવામાં આવ્યા છે પણ તેનું સર્ફેસિંગ કરવામાં આવ્યું નથી.

24 કલાક ધમધમતા એવા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી લઈને ટાવર ચાર રસ્તા અને ત્યાથી કોઠીના ઢાળ સુધી રસ્તાની બંને બાજૂ ગેસ વિભાગ દ્વારા 10 દિવસ પહેલા ખાડા ખોદી દેવામાં આવ્યા છે. ગેસ લાઈનની કામગીરીને લઈને આ ખાડા ખોદી દેવામાં આવ્યા છે . રસ્તાની બંને બાજૂ ખોદી દેવામાં આવેલા ખાડાના કારણે પગપાળા જતા લોકોને તકલીફ પડી રહી છે અને તેઓને રસ્તાની વચ્ચે ચાલવાનો વારો આવ્યો છે, જેને લઈને અકસ્માતની પણ ભીતી છે.

ગેસ વિભાગ દ્વારા કેટલાક ખાડોઓ કામગીરી બાદ ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે ત્યારે કેટલાક ખાડાઓ પર માટીનો ઢગલો કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ શહેરમાં રવિવારે સાંજે શહેરમાં વરસાદનું આગમન થયું હતું.એવામાં આ ખાડાએ રાહદારીઓને મૂશ્કેલીઓમાં વધારો કર્યો હતો. જે ખાડા ખોદેલા છે તેમાં પાણી ભરાઈ જવાની ભીતી છે અને જે ખાડાઓ પર માટીથી પૂરાણ કરવામાં આવ્યું છે તે માટે ઘોવાઈ જવાની પણ સંભાવના છે.


અમારી દુકાનની આગળ જ 10 દિવસથી ખાડો ખોદી દીધો છે, જોકે કંઈ કામ પણ નથી થઈ રહ્યું. અમારી જાણકારી પ્રમાણે ગેસ લાઈનની કામગીરી ચાલી રહી છે, પણ કામ ખુબ જ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. જો આવુને આવુ ચાલ્યું તો વરસાદમાં તમામ લોકોને ખુબ જ તકલીફ પડશે. વરસાદમાં માટી ધોવાઇ જશે તો ગંદકી થશે. ત્રણ દિવસ થંડર સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે ત્યારે ત્વરિત આ કાર્ય પુરું કરવામાં આવે તેવી અમારી માગ છે.


ગેસ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર જે ખાડા ખોદવામાં આવ્યા છે તે ખાડા પુરાવાની કામગીરી ચાલી રહી છે, કેટલાક ખાડા તો પુરાઈ પણ ગયા છે, સોમવાર સાંજ સુધીમાં તમામ ખાડા પુરાઈ પણ જશે. આ કામગીરી બાદ 75 હજાર લોકોને ગેસ લાઇન અંગે ફાયદો થનાર છે.