રિપોર્ટ@ભાવનગર: 3 માળનું જર્જરીત મકાન અચાનક ધરાશાયી થયું, 1 વ્યક્તિનું મોત

ઘટના બાદ ધૂળની ડમરી ઊડતા લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.
 
રિપોર્ટ@ભાવનગર: 3 માળનું જર્જરીત મકાન અચાનક ધરાશાયી થયું, 1 વ્યક્તિનું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા બસસ્ટેન્ડ પાસે હાઉસીંગ બોર્ડ વસાહતનું 3 માળનું જર્જરીત મકાન ધડાકા સાથે તૂટી પડયુ હતું. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં એક યુવાનનું મોત થયુ છે.આનંદનગર છેલ્લા બસસ્ટેન્ડ ત્રણ માળીયાના હાઉસીંગ બોર્ડના જર્જરીત મકાન પૈકી 3 માળનું એક મકાન મોડીરાત્રે ધડાકાભેર તૂટી પડયું હતું.

ઘટના બાદ ધૂળની ડમરી ઊડતા લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં સવજીભાઈ બારૈયા અને વસંતબેનને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરબ્રિગેડ, ત્રણ જેસીબીનો કાફલો બહાર કાઢવા જહેમત ઊઠાવી રહ્યો છે.