રિપોર્ટ@ડીસા: બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખોદકામ પર ભૂસ્તર વિભાગની ટીમે દરોડો પાડ્યો, 4 મશીન અને 12 વાહનો જપ્ત

 નદીમાં મંજૂરી વગર ખોદકામ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
 
 રિપોર્ટ@ડીસા: બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખોદકામ પર ભૂસ્તર વિભાગની ટીમે દરોડો પાડ્યો,  4 મશીન અને 12 વાહનો જપ્ત  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બનાસ નદીમાં ચાલુતું  ગેરકાયદેસર કામ ઝડપી પાડવામાં આવ્યું છે. ડીસાના રાણપુર નજીક બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ચાલતા ખોદકામ પર ભૂસ્તર વિભાગની ટીમે ઓચીંતો દરોડો પાડી 4 મશીન અને 12 વાહનો જપ્ત કર્યા હતા. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીથી નદીમાં મંજૂરી વગર ખોદકામ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ડીસા પાસે બનાસ નદીમાં રાણપુર નજીક મોટાપાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ થતું હોવાની રજૂઆતો જિલ્લા ભુસ્તરશાસ્ત્રીને મળી હતી. જેના આધારે આજે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વા પોતાની ટિમ સાથે ખાનગી વાહન કેમ્પર લઈને નદીમાં ઉતર્યા હતા. જોકે કેમ્પ પર નદીમાં ફસાઈ જતા એક કિલોમીટર સુધી દોડીને ગેરકાયદેસર ખોદકામ ચાલતું હતું ત્યાં પહોંચ્યા હતા. તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પીઆઈ એ.વી. દેસાઈએ બે વાહનોમાં તાલુકા સ્ટાફની ટીમને મોકલી આપી હતી. ભૂસ્તરશાસ્ત્રીએ ચાર એસ્કેવેટર મશીનો ( હિટાચી ) આઠ ડમ્પર, તેમજ ચાર ટ્રેલર મળી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમય પછી ખનીજ વિભાગ દ્વારા આટલું મોટું મેગા ઓપરેશન કરાતા ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વોમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંઘ સારસ્વાના જણાવ્યા મુજબ, રાણપુર ગામે ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલતું હોવાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આ કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ વાહનોને ડીસા તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે. જ્યારે હવે વાહનોનો દંડ તેમજ ગેરકાયદેસર રીતે થયેલા ખોદકામ બાબતે માપણી કરી દંડ વસૂલ કરવામાં આવશે.