રિપોર્ટ@ગુજરાત: કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા, 17 નવા તાલુકા બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી
Sep 24, 2025, 15:03 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15થી 17 જેટલા નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં સુધારો થવાની શક્યતા છે. નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ થશે.