રિપોર્ટ@ગુજરાત: રાજ્યના કેટલાક જિલ્લા અને શહેરને નવા ભાજપ પ્રમુખ મળ્યાં
મહેસાણા, નવસારી, ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખ રિપીટ, વડોદરા શહેર ભાજપના નવા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના કેટલાક જિલ્લા અને શહેરને નવા ભાજપ પ્રમુખ મળ્યાં છે. ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી શક્યતાં છે. પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા ,ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં કરાઈ વરણી.
વડોદરા શહેરના ભાજપા પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપાના પૂર્વ મંત્રી અને કસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ પદનું મેન્ડેડ લઈ આવ્યા હતા. અને શહેર ભાજપા કાર્યાલય ખાતે સાસંદ ડો. હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો, કાઉન્સિલરો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નામની જાહેરાત કરવામાં આવી હતી.જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરીની નિમણૂક વિનુભાઈ ભંડેરી ગુજરાત પ્રદેશ કારોબારીના સભ્યો તેમ જ જિલ્લા ભાજપ મહામંત્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે તેવો 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. જે 1990થી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા અને સંગઠનમાં જોડાયા હતા. તેઓ હાલ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય, મન કી બાત ના સૌરાષ્ટ્ર ના ઇન્ચાર્જ તરીકે કાર્યરત છે અને ગાવ જિલ્લા ત્રણ ટર્મ જીલ્લા ભાજપમાં મહામંત્રી,તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે કામગીરી કરી ચૂક્યા છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિનુભાઈ ભંડેરીની વરણી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપ કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.જૂનાગઢ જિલ્લા ભાજપ અને શહેર પ્રમુખની નિયુક્તિ બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારીયાએ પ્રતિક્રિયા આપી.જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા. ગાંધીનગરના પ્રદેશ મહામંત્રી રજની પટેલ. ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અનિલ પટેલને ફરી રીપિટ.
મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગીરીશ રાજગોરની ફરીથી વરણી. મહેસાણા જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ગીરીશ રાજગોરની જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયા, વર્ષાબેન દોશી અને ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્થાનિક સંસદસભ્યો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યોજાયેલી આ સંકલન બેઠકમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ગીરીશ રાજગોરને ફરી એક વખત આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની વરણી સર્વાનુમતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક. પ્રદેશ ભાજપના ભરત બોધરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો. નવનિયુક્ત પ્રમુખ ને ફુલહારથી વધાવ્યાં હતા. અતુલ કાનાણી અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે.
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની નિયુક્તિ. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી. ચંદુભાઈ મકવાણા જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે કાર્યરત હતા અને હવે પ્રમુખ તરીકેની પાર્ટીએ જવાબદારી સોંપી છે.
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહની બીજી ઈનિંગ શરૂ . નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ પદે ફરી ભુરાલાલ શાહની નિમણૂક કરવામાં આવી છે. નિરીક્ષક જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે જિલ્લા પ્રમુખ માટે ભુરાલાલ શાહની કરી દરખાસ્ત કરવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય રાકેશ દેસાઈએ ટેકો આપ્યો હતો. અન્ય કોઈનું નામ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ન આવતા નિરીક્ષક જસવંતસિંહ ભાભોરે જાહેરાત કરી હતી. ભુરાલાલ શાહની નવસારી જિલ્લા ભાજપ તરીકેની બીજી ઈનિંગ થઈ શરૂ.