રીપોર્ટ@સુરત: એરપોર્ટ પર DRIનું ઓપરેશન, દુબઈથી લવાયેલું 27 કરોડનું સોનું જપ્ત, અધિકારીઓ ચોંક્યા

આ સોનાની બજાર કિંમત આશરે 27 કરોડ થાય છે.
 
સોનું 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત દેશમાંજ નહિ પરંતુ વિદેશીમાં પણ ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે,સોના-ચાંદી,વાહનો કોઈ પણ વસ્તુની ચોરી આમ થઇ ગઈ છે. ચોર એટલા ચાલક થઇ ગયા છે કે આપણી પાસે ઉભા થઈને ચોરી કરીલો તો પણ આપણને ખબર પણ હોતી નથી.સોના-ચાંદીના ભાવમાં આજના યુગમાં મોટો વધારો થયો છે.આમ લોકો બિચારા ખરીદી પણ સકતા નથી.સોના-ચાંદીના ભાવમાં વધારો થતા,ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.વિદેશમાંથી પણ સોનું-ચાંદી ચોરીને ચોર ભારતમાં અને બીજા કેટલાય દેશમાં લઇ જાય છે.આવામાં ભારત દેશના સુરત શેહેરની ઘટના સામે આવી છે.સુરત એરપોર્ટ જાણે સોનાની દાણચોરી કરનારા માટે સ્વર્ગ બન્યું હોય તે રીતે છેલ્લા બે મહિનામાં સોનું પકડાઈ રહ્યું છે. જોકે, શનિવારે મોડી રાતે શારજાહથી આવેલી ફ્લાઇટમાં અત્યાર સુધીનું સૌથી મોટું 45 કિલો સોનાનું કન્સાઈનમેન્ટ પકડી પાડવામાં ડીઆરઆઈને સફળતા મળી હતી. ડીઆરઆઈના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે અધિકારીઓ એરપોર્ટ પર ગોઠવાઈ ગયા અને શારજાહથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળતા 4 શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તેમની પાસેની બેગમાં તપાસ કરતા પેસ્ટ તરીકે લવાયેલુ અધધધ 45 કિલો સોનું મળી આવ્યું હતું.આ રીતે ખુલ્લેઆમ દાણચોરીમાં મિલીભગતની આશંકાડીઆરઆઈના વર્તુળોનું કહેવું છે કે, અત્યાર સુધી તો શરીરમાં પેસ્ટ તરીકે સોનું છૂપાવીને લાવવા કિસ્સાઓ સામે આવ્યા હતા, પરંતુ ખુલ્લેઆમ આ રીતે બેગમાં પેસ્ટ તરીકે સોનું અને તે પણ આટલી મબલખ માત્રામાં સોનુ લઈ આવવાની આ પહેલી ઘટના છે. એટલે, તેમાં કસ્ટમના અધિકારીઓની પણ સંડોવણી હોય તેવું નકારી શકાય તેમ નથી. અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યાં છીએ. પ્રાથમિક તપાસમાં 45 કિલો ગોલ્ડ નીકળ્યું છે, આ સોનાની બજાર કિંમત આશરે 27 કરોડ થાય છે.છેલ્લા દોઢ મહિનામાં જ બે કરોડનું સોનુ પકડાયું 45 કિલો સોનું લાવનારા ચારેય કેરિયરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીઆરઆઈનું માનવું છે કે, આ લોકો ફક્ત કેરિયર છે, તેઓ કોના ઈશારે કામ કરે છે. સોનું મંગાવનારા કોણ છે ત્યારં સુધી પહોંચવું જરૂરી છે. ડીઆરઆઈએ છેલ્લા દોઢ મહિનામાં આ ચોથી વખત સોનુ પકડ્યું છે. આ 27 કરોડના સોના સિવાય છેલ્લા દોઢ મહિનામાં બે કરોડ રૂપિયાનું સોનું પકડાયું હતું.