રિપોર્ટ@ગુજરાત: કચ્છનાં દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું, જાણો વધુ વિગતે
સમુદ્રકાંઠેથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું
Jun 21, 2024, 07:53 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર દરિયાકાંઠાથી ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ફરી એક વાર ડ્રગ્સ પકડાયું છે. જેમાં ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓના સર્ચ ઓપરેશન વખતે આ ચરસના પેકેટ મળી આવ્યા છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 12 દિવસમાં ડ્રગ્સના 150થી વધુ પેકેટ જપ્ત કરાયા છે.