રિપોર્ટ@નવસારી: દરિયા કિનારા પરથી 30 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
નવસારીમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
Aug 16, 2024, 11:44 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ડ્રગ્સના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ડ્રગ્સ મળી આવતું હોય છે. ફરી એકવાર રાજ્યમાં દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે.
વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસનાં પેકેટ મળ્યાં બાદ ગતરોજ નવસારી જિલ્લાના દરિયા કિનારા પરથી અંદાજિત 30 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.