રિપોર્ટ@ગુજરાત: યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડીગ્રી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી.
વિદ્યાર્થીઓ બી.એ.,બી.કોમ,બીએસસી જેવા કોર્સ સાથે બીજી ડિગ્રીમાં પણ એડમિશન લઈ શકશે.
Feb 21, 2025, 07:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડીગ્રી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. આવનાર શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બી.એ.,બી.કોમ,બીએસસી જેવા કોર્સ સાથે બીજી ડિગ્રીમાં પણ એડમિશન લઈ શકશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 20 જેટલી ડ્યુઅલ ડીગ્રીના પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી દ્વારા કેટલાક કોર્સમાં ફીમાં 1800 થી 2250 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં જે વિભાગમાં સિનિયર અધ્યાપક નિવૃત્ત થવાના હોય અને આ વિભાગમાં માત્ર એક જ સિનિયર અધ્યાપક હોય તો તે વિભાગમાં ડેપ્યુટેશનના ધારા ધોરણ મુજબ અધ્યાપકની નિમણૂક કરવામાં આવશે.

