રિપોર્ટ@બનાસકાંઠા: ભાભરની સણવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડવાને લઈ ખેડૂતોને ખેતીના પાકમાં નુક્સાન સર્જાયુ
કેનાલમાં લગભગ પંદરેક ફૂટ લાંબુ ગાબડુ પડ્યું
Dec 20, 2023, 20:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાભરની સણવા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડવાને લઈ ખેડૂતોને ખેતીના પાકમાં નુક્સાન સર્જાયુ છે. કેનાલમાં લગભગ પંદરેક ફૂટ લાંબુ ગાબડુ પડ્યું હતુ. કેનાલની નબળી કામગીરીને લઈ આ કેનાલમાં ગાબડું સર્જાયું હોવાના આક્ષેપો સ્થાનિક ખેડૂતો કર્યા હતા. કેનાલમાં સફાઈના અભાવે પણ ગાબડા સર્જાય છે. ગાબડાં પડવાને લઈ ખેડૂતોને કેનાલમાં પાણી વિના મરામત ના થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.
બનાસકાંઠા જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈ સ્થાનિક ખેડૂતોનો રોષ છે કે, કેનાલને યોગ્ય રીતે સાફ સફાઈ સિઝન અગાઉ કરવામાં આવતી નથી. જેને લઈ કેનાલમાં ગાબડાં પડવાની ઘટના સર્જાતી હોય છે.