રિપોર્ટ@ગુજરાત: અનરાધાર વરસાદથી 5 ડેમ ઓવરફ્લો થતા નજીકના ગામોને એલર્ટ કરાયા.

અનરાધાર વરસાદથી 5 ડેમ ઓવરફ્લો
 
રિપોર્ટ@ગુજરાત: અનરાધાર વરસાદથી 5 ડેમ ઓવરફ્લો થતા નજીકના ગામોને એલર્ટ કરાયા.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઇ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી 5 ડેમ ઓવરફ્લો થતા નજીકના ગામોને એલર્ટ કરાયા.

તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદના પગલે સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો છે. ડેમમાં પૂર્ણતા સપાટીથી બે ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. ડેમની કુલ સપાટી 405 ફૂટ છે તેમજ તંત્ર દ્વારા નીચાણવાળા 11થી વધુ ગામો એલર્ટ કરાયા છે અને જૂનાગઢના વિસાવદરનો ધ્રાફડ ડેમ ઓવરફ્લો થયો છે.

જેથી તેના બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાતા નીચાણવાળા સરસાઈ, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા ગામને એલર્ટ કરાયા છે. ડેમના દરવાજા ખોલતા ઘેડ પંથકમાં પરિસ્થિતિ વણશે તેવી સંભાવના છે.