રિપોર્ટ@ગુજરાત: મુસ્લિમ ધર્મનો પ્રવિત્ર તહેવાર ઇદ-એ-મિલાદની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

મુસ્લિમ કમિટીના સહયોગથી ભવ્ય જુલૂસ યાત્રા કાઢીવામાં આવી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

 
રિપોર્ટ@ગુજરાત: મુસ્લિમ ધર્મનો  પ્રવિત્ર તહેવાર ઇદ-એ-મિલાદની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મુસ્લિમ ધર્મના પ્રવિત્ર તહેવાર ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંને કોમના લોકો વચ્ચે કોઈ ઘર્ષણના થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે ઇદ-એ-મિલાદના પાવન પર્વે મુસ્લિમ ધર્મના બિરાદરોએ ભવ્ય જુલૂસ યાત્રા કાઢી હતી. આ જુલૂસ કલોલમાં આવેલ જુમ્મા મસ્જીદથી નીકળી મટવા કૂવા થઈ ટાવર ચોક કલોલ પહોચ્યું હતં. જ્યાં મોટી સંખ્યામાં મુસ્લિમ ધર્મના બિરાદરો આ જુલૂસમાં જોડાયા હતા.

તેમજ આ જુલૂસમાં જોડાયેલા લોકો માટે શરબત પાણી તેમજ અન્ય સેવાઓ મુસ્લિમ સમાજના લોકો દ્વારા સેવા કરવામાં આવી હતી. હિન્દુ અને મુસ્લિમ ધર્મના તહેવારો એકસાથે આવતા હોવાથી બંને કોમોના લોકો વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે બંને સમાજના 15 આગેવાનોની શાંતિ સમિતિની રચના કરવામાં આવી હતી. તેઓએ પણ બંને ધર્મના લોકોને પોતાના તહેવારોની શાંતિપૂર્વક ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટેની અપીલ કરી હતી.

મુસ્લિમ ધર્મના પાવન પર્વ ઈદ-એ-મિલાદની ઉજવણી નિમિત્તે કાઢવામાં આવેલા ભવ્ય જુલૂસ યાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ કલોલમાં ઈદ-એ-મિલાદના પાવન પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હતો,