રિપોર્ટ@આણંદ: હોળી અને ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવા 108 સતત દોડતી રહેશે

 ઇજા પામેલાના વધુ કેસ આવે છે
 
રિપોર્ટ@આણંદ: હોળી અને ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવા  108 સતત દોડતી રહેશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં લોકોને કોઈને કોઈ રીતે ઇજાઓ થતી હોય છે.  હોળી અને ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવાનો લાભ લોકો લેતા હોવાથી 108 સતત દોડતી રહે છે. જોકે ચાલુ વર્ષે ઇમરજન્સી સેવા 108ના તારણ મુજબ હોળી પર્વમાં કામગીરીમાં 10 ટકાનો વઘારો નોંઘા હતો. જ્યારે ધૂળેટી પર્વના દિવસે ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 20 ટકાનો વધારો રહેશે. જોકે સામાન્ય દિવસોમાં ઇમરજન્સી સેવાના90 કેસ નોંધાતા હોય છે. જેની સામે હોળીના દિવસે100 જ્યારે ધુળેટીના દિવસે 110 કેસ નોંધાશે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લોકોની સુખાકારી તેમજ આરોગ્ય સેવાઓ ઝડપી મળી રહે તે માટે ઇમરજન્સી સેવા 108ની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. આણંદ શહેરમાં ટાઉનહોલ સહિત 5 જગ્યાએ અને જિલ્લામાં મુખ્ય ચોકડીઓ સહિત 14 જગ્યાએ 108ની ટીમ તૈનાત રહેશે. જોકે સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોમાં ઇમરજન્સી સેવા 108ની સેવાનો ઉપયોગ વધી જતો હોય છે. આથી ઇમરજન્સી સેવા 108 દ્વારા હોળી અને ધુળેટી તહેવારોમાં કામગીરી કેવી રહેશે તેનો અંદાજો વર્ષોથી કામગીરીના આધારે કરવામાં આવ્યો છે. જોકે આણંદજિલ્લાના 8 તાલુકામાં સામાન્ય દિવસોમાં ઇમરજન્સી સેવા 108નો 90 લોકો ઉપયોગ કરતા હોય છે. તેમાં અલગ અલગ તમામ પ્રકારની બિમારીઓનો સમાવેશ થાય છે.

આથી સામાન્ય દિવસોની સરખામણીએ હોળી અને ધૂળેટીના તહેવારોમાં ઇમરજન્સી સેવાનો ઉપયોગ કેટલા લોકો વધારે કરે છે કે ઓછો તેનું તારણ રજુ કરવામાં આવ્યું છે. તેમાં હોળીના દિવસે સામાન્ય દિવસોની સરખામણીએ કેસોની સંખ્યા 95 રહ્યા હતા આશા છે. ધૂળેટીના દિવસે ખાસ કરીને અકસ્માત અને મારામારી ઇજા પામેલાના વધુ કેસ આવે છે.

જ્યારે તેની સરખામણીમાં ધૂળેટી પર્વના દિવસે ઇમરજન્સી સેવાનો ઉપયોગ વધારે રહેવાની આશા વ્યક્ત કરી છે. જેમાં સામાન્ય દિવસોમાં90 કેસોની સામે ધૂળેટીના દિવસે 110કેસો નોંધાવાની શક્યતા રહેલી છે. આથી સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી સેવા 108ની કામગીરીમાં 20ટકા જેટલો વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે. તેમાં અકસ્માત, મારામારીમાં ઇજા, તાવ, દુ:ખાવો, છાતીમાં સહિતના કેસમાં વધારો થશે.ધૂળેટીના દિવસે યુવકો હોળી મનાયા બાદ એક બીજાને રંગવા માટે વાહનો લઈને બેફામ દોડતાં હોય છે જેના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી જાય છે. તો વળી રંગવા બાબતે પણ મારામારી થતાં ઈજાના બનાવો વધી જતા હોય છે.