રિપોર્ટ@રાજકોટ: એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી, 3ના મોત

પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે.
 
રિપોર્ટ@રાજકોટ: એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી, 3ના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટમાંથી આગ લાગવાની ભયાનક દુર્ઘટના સામે આવી છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે.

પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી ચાલી રહી છે. હાઇડ્રોલિક લિફ્ટ મારફત ઉપરના માળથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. રાજકોટના નામાંકિત જવેલર્સના માલિકો તેમજ નામાંકિત ડોક્ટર્સ પરિવાર આ એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં રહે છે.