રિપોર્ટ@કલોલ: એમડી મસાલા ભંડારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી

ગોડાઉનમાં રાખેલા તેલના ડબ્બાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે ઝડપથી અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ હતી.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

એમડી મસાલા ભંડારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ગોડાઉનમાં રાખેલા તેલના ડબ્બાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે ઝડપથી અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં કલોલ નગરપાલિકાના ફાયર સ્ટેશન અને ONGCની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.

ગોડાઉન માલિકના ભાઈ જે.એમ. પટેલના જણાવ્યા અનુસાર, આગ વહેલી સવારે લાગી હોવાથી ગોડાઉનમાં કોઈ ગ્રાહકો કે કર્મચારીઓ હાજર ન હતા, જેથી કોઈ જાનહાની થઈ નથી. જોકે, ગોડાઉનમાં રાખેલી તમામ ખાદ્ય સામગ્રી બળીને ખાખ થઈ જતાં માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. આગની ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. ફાયર વિભાગે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી છે અને નુકસાનનો અંદાજ કાઢવાની કામગીરી શરૂ કરી છે.