રિપોર્ટ@સુરત: ખંડણી માગનાર પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરાઈ, જાણો વધુ વિગતે

SOGની ટીમે 3 લાખની રકમ લેતા તેને રંગે હાથ પકડી પાડ્યો હતો.
 
રિપોર્ટ@સુરત: ખંડણી માગનાર પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરાઈ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આ વખતે કોઈ સામાન્ય શખસ નહીં પરંતુ ઉધના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ RTIનો દુરૂપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે. પ્રકાશ દેસાઈએ આ મામલે 'થિયેટર' અને 'ટિકિટ' નામના કોડવર્ડ તૈયાર કર્યા હતા.

જેમાં 'થિયેટર'નો ઉપયોગ ધરણાં અને 'ટિકિટ'નો ઉપયોગ ખંડણીની રકમ માટે થતો હતો. એક લાખ માટે એક ટિકિટ કોડવર્ડ વાપરતો હતો.

આ કોડવર્ડના આધારે લિયો ક્લાસિસના સંચાલક પાસેથી 4.50 ટિકિટની માગણી કરવામાં આવી હતી. SOGની ટીમે 3 લાખની રકમ લેતા તેને રંગે હાથ પકડી પાડ્યો હતો.