રિપોર્ટ@આણંદ: બોરસદની સબ જેલમાંથી મોડીરાત્રે કાચા કામના ચાર કેદી ફરાર

 ફરાર થઈ ગયેલા આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી છે.
 
રિપોર્ટ@આણંદ: બોરસદની સબ જેલમાંથી મોડીરાત્રે કાચા કામના ચાર કેદી ફરાર 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોરસદ શહેરમાં આવેલી સબજેલમાં બેરેક નંબર-૩માં સાત કેદીને રખાયા હતા.જેમાંથી ચાર કેદીઓએ શુક્રવારની મધ્યરાત્રે હેકસો બ્લેડ જેવા સાધનથી ભેગા મળીને બેરેકના સળિયાની નીચેનો લાકડાનો ભાગ કાપી નાંખ્યો હતો અને સળિયા ઉંચા કરીને બેરેકમાંથી બહાર આવ્યા હતા. ત્યારબાદ ચારેય કેદીઓ બેરેકની બહાર ઓરડીના પતરાં ઉપર ચઢીને વીસ ફૂટ જેટલી ઉંચી દીવાલ કૂદીને ફરાર થઈ ગયા હતા. મોડી રાત્રે પોણા બે વાગ્યા બાદ ચેકિંગ માટે આવેલા ફરજ પરના પોલીસ કર્મચારીઓને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જેના પગલે પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને ભાગી છુટેલા કાચા કામના ચોરેય કેદીઓને ઝડપી પાડવા સર્ચઓપરેશન હાથ ધર્યું હતું.