રિપોર્ટ@ગુજરાત: ગ્વાલિયા સ્વીટ્સ્સ નામની દુકાનમાંથી ફૂગ વળેલા અખાદ્ય લાડુ નીકળ્યા

અખાદ્ય લાડુ નીકળ્યા
 
રિપોર્ટ@ગુજરાત: ગ્વાલિયા સ્વીટ્સ્સ  નામની દુકાનમાંથી ફૂગ વળેલા અખાદ્ય લાડુ નીકળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ખાવા-પીવાની ચીજો ખરાબ નીકળતી હોય છે. અમદાવાદમાં એક વ્યકિતએ મણીનગરમાં આવેલ ગ્વાલિયા સ્વીટ્સ્સ નામની દુકાનમાંથી ઓનલાઇન મીઠાઈ મંગાવી. જેમાં ફૂગ વળેલા અખાદ્ય લાડુ નીકળ્યા. જેને લઈને ગ્રાહકે AMCના ફૂડ વિભાગને ફરિયાદ કરી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરાતા વેચાણ માટે રાખવામાં આવેલા લાડુમાં ફુગ જોવા મળી હતી.

તેમજ એક્સપાયરી ડેટ અંગેની કોઈ માહિતી ત્યાં લખેલી નહોતી. જેના પગલે ફૂડ વિભાગે ગ્વાલિયા સ્વીટ્સ્સને નોટિસ આપી સીલ કરી દીધું છે. અમદાવાદમાં ગ્વાલિયા સ્વીટ્સ્સ નામની સ્વીટ દુકાન અનેક જગ્યાએ આવેલી છે. ભૂતકાળમાં પણ ગ્વાલિયા સ્વીટ્સ્સના રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળવાની બેથી ત્રણ ઘટનાઓ બની ચુકી છે.

ફૂડ વિભાગ દ્વારા જે તે સમયે કાર્યવાહી પણ કરાઈ હતી. હવે મીઠાઈની દુકાનમાંથી ફુગ વળેલી અને એક્સપાયરી ડેટ લખ્યા વિનાની મીઠાઈઓનું વેચાણ જોવા મળ્યું છે. જેને લઇને ગ્વાલિયા સ્વિટ્સ સામે અનેક સવાલો ઉભા થયા છે.