રિપોર્ટ@ગાંધીનગર: ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવશે
સૌરાષ્ટ્રના APMCના હોદેદારો કૃષિમંત્રી સાથે બેઠક કરશે.
Dec 15, 2023, 18:27 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ થતા ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અનેક ધરતીપુત્રોએ આંદોલન કર્યા છે.તો ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ અંગે કૃષિમંત્રીની અધ્યક્ષતામાં બેઠક આજે યોજવામાં આવશે. સૌરાષ્ટ્રના APMCના હોદેદારો કૃષિમંત્રી સાથે બેઠક આજે કરશે.
મળતી માહિતી અનુસાર આજે સાંજે 4 વાગ્યે કૃષિમંત્રી અને APMCના હોદેદારો વચ્ચે બેઠક યોજાશે.તો બેઠકમાં સૌરાષ્ટ્રના ડુંગળીની ખરીદી કરતા APMCના હોદ્દેદારો હાજર રહેશે. તો ડુંગળીની નિકાસ અને તેના ભાવો મળે તે દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. જો કે હાલમાં નિકાસ પર પ્રતિબંધ હોવાથી હોલસેલમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો થયો છે.

