રિપોર્ટ@ગાંધીનગર: પ્રેમિકાના મંગેતરે પ્રેમીનું અપહરણ કરી ઢોર માર માર્યો, પોલીસે ગુનો નોધ્યો

અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મારા-મારીની ઘટનાઓ ખુબજ વધી ગઈ  છે.  ગાંધીનગરના વૈષ્ણદેવી સર્કલથી પ્રેમિકાના મંગેતરે સાગરિતો સાથે મળી પ્રેમીનું ગાડીમાં અપહરણ કરી લાકડી - લોખંડની પાઇપ વડે ધોઈ નાખી ગડદાપાટુનો ઢોર મારવામાં આવતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના મેમનગરમાં રહેતો મૂળ ઉનાનો યુવક રિયલ એસ્ટેટનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. આજથી બે વર્ષ પહેલા આ યુવકને સોશિયલ મીડિયાનાં માધ્યમથી મેમનગરની યુવતી સાથે સંપર્ક થયો હતો. બાદમાં મિત્રતા પ્રેમમા પરિણમી હતી. બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ પ્રેમિકાની સગાઈ આજથી છ મહીના પહેલા અન્ય જગ્યાએ નક્કી થઈ ગઈ હતી. જેથી યુવકે પ્રેમિકા સાથે વાત કરવાનું ઓછુ કરી દીધું હતું.

22 મી માર્ચે બપોરના આશરે બે અઢી વાગ્યાના સુમારે પ્રેમિકાના મંગેતરે ફોન કરીને કહેલ કે મને ખબર છે તું મારી મંગેતર સાથે વાતચીત કરે છે જેથી હું કહું ત્યાં સાંજે એકલો આવજે. બાદમાં સાંજે પ્રેમિકાએ પણ ફોન કરીને મંગેતરને મળી લેવા માટે પ્રેમીએ કહ્યું હતું. એટલે મંગેતરે રાતના નવ વાગે શંભુશકાફે વૈષ્ણદેવી સર્કલ સમાધાન માટે બોલાવ્યો હતો.

બાદમાં પ્રેમી તેના બે મિત્રો સાથે ઉપરોક્ત જગ્યાએ ગયો હતા અને પ્રેમી શંભુશકાફેના પાર્કીંગમાં એકલો જતાં સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીમાંથી પ્રેમિકાનો મંગેતર તેના ચાર મિત્રો તેમજ બીજી એક સફેદ કલરની સ્વીફટ ગાડીમાથી બીજા બે ઇસમો ઉતર્યા હતા અને બધા ભેગા મળી લોખંડની પાઈપ - લાકડી વડે પ્રેમીને મારવા લાગ્યા હતા. ત્યારબાદ ઉક્ત ઈસમોએ ફોર્ચ્યુનર ગાડીમા ટીંગાટોળી કરીને જબરજસ્તી પ્રેમીનું અપહરણ કરી એસ.પી રીંગ રોડ તરફ ગાડી ભગાડી મુકી હતી.

જ્યારે બીજી સ્વીફટ ગાડીમાં બે જણા ફોર્ચ્યુનર પાછળ ગયા હતા. આ તરફ કાફેના પાર્કીંગમા ઝગડો થયાની જાણ થતાં મિત્રો પ્રેમી યુવકને શોધવા લાગ્યા હતા. ત્યારે ફોરચ્યુનર ગાડીમા પ્રેમિકાના મંગેતર સહિતના ઈસમો પ્રેમી પર ફરી વળ્યા હતા અને ગાડી ભાટ ગામ તરફ જતા સર્વીસ રોડ નજીક ઉભી રાખી હતી. બાદમાં બધા ઈસમોએ પ્રેમીને જમીન પર પાડી ગડદાપાટુનો માર મારી ધાક ધમકીઓ આપી નાસી ગયા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.