રિપોર્ટ@ગુજરાત: સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ફરી ખુલશે GCAS પોર્ટલ, વધુ જાણો
એડમિશન માટે ફરી ખુલશે GCAS પોર્ટલ
Jun 30, 2024, 07:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ફરી ખુલશે GCAS પોર્ટલ. અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે. વિદ્યાર્થીઓ માટે જીકાસ(GCAS) પોર્ટલ ફરી ખુલ્લું મુકાશે. જેમાં સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાના પ્રોગ્રામ્સમાં એડમિશન માટે GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મુકાશે.
સરકારી યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના કોર્સ માટે 4થી 6 જુલાઈ અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં એડમિશન માટે GCAS પોર્ટલની મુદ્દત 1થી 3 જુલાઈ સુધી વધારાઈ છે.