રિપોર્ટ@ગુજરાત: લવ-જેહાદનો શિકાર બનેલી યુવતીઓ શિવયાત્રામાં જોડાશે, જાણો વધુ વિગતે

 40 અઘોરી સાધુ સાથે નીકળશે યાત્રા

 
રિપોર્ટ@ગુજરાત: લવ-જેહાદનો શિકાર બનેલી યુવતીઓ શિવયાત્રામાં જોડાશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શ્રાવણ માસ ચાલુ છે. ભોળાનાથને રીઝવવા માટે પૂજા-અર્ચના કરે છે. એવા સમયે રવિવારે (1 સપ્ટેમ્બર) અમદાવાદ શહેરમાં ભગવાન શિવની શિવયાત્રા નીકળવાની છે. ભગવાન શિવની વેશભૂષા અને ઝાંખી સાથે આ યાત્રા શહેરના કોટ વિસ્તારમાંથી પસાર થવાની છે. આ શિવયાત્રામાં ખાસ કરીને મહત્ત્વની વાત સામે આવી છે કે લવ-જેહાદમાં ભોગ બનનારી યુવતીઓ પણ આ યાત્રામાં જોડાવાની છે.


શ્રાવણ મહિનામાં શિવભક્તો પોતાની પૂજા-અર્ચના કરીને સારું જીવન જીવવા માટે પ્રયાસ અને પ્રાર્થના કરતા હોય છે. એવા સમયે એવી ઘણી યુવતીઓ છે, જે અનેક યાતનાઓ ભોગવીને બહાર આવી છે. એમાં ખાસ કરીને લવ-જેહાદ જેવા કિસ્સામાં ફસાઇને યુવતીઓ પોતાની જિંદગી યાતનાઓમાં પસાર કરી હતી. તેઓ હવે આ સમગ્ર યાતનાઓમાંથી બહાર આવી છે અને તેમને બજરંગ દળ દ્વારા મદદ કરવામાં આવી હતી. આવી સંખ્યાબંધ યુવતીઓ હાલ પોતાનું સામાન્ય જીવન જીવી રહી છે અને હવે તે બજરંગ દળની સાથે મળીને દુર્ગાવાહિની તરીકે જોડાઇ છે. તેઓ પોતાની યાતનાઓમાંથી બહાર આવીને હવે નવી જિંદગીની શરૂઆત કરી રહી છે.


આ વખતની શિવયાત્રામાં લવ-જેહાદનો ભોગ બનેલી યુવતીઓ પણ જોડાવાની છે. આવું પ્રથમ વખત થઈ રહ્યું છે, જેમાં આ યુવતીઓ ફરીથી બહાર આવીને નવી જિંદગી શરૂ કરી રહી છે. આ યાત્રામાં આ યુવતીઓ જોડાવાની છે અને આગામી સમયમાં લવ-જેહાદને લઈ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ વધુ કાર્યક્રમ કરવાના છે.


આ અંગે બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જલિત મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે લવ-જેહાદની ભોગ બનેલી યુવતીઓને ફરીથી સામાન્ય જિંદગી જીવવા માટે તેમને બનતી તમામ મદદ કરવામાં આવી રહી છે અને હજી પણ કોઈ આવી યુવતીઓ હશે તો તેને પણ મદદ કરવા માટે બજરંગ દળ દ્વારા સતત મહેનત કરવામાં આવી રહી છે. આ વખતની શિવયાત્રામાં દુર્ગાવાહિનીઓની સાથે આ યુવતીઓ પણ જોડાવાની છે


નાગોરી વાડ થઈ રેંટિયાવાડી, મધુરમ સિનેમાથી પિત્તળિયા બંબાથી ઘી-કાંટા રોડ, ઘી-કાંટા પોલીસચોકી થઈ પટણી શેરી, સ્વામિનારાયણ મંદિરથી નગદલા હનુમાનથી ડબગર વાડથી બંસીઘર કચોરી, લુણસાવાડ ત્રણ બત્તી થઈ તંબુ ચોકી, દિલ્હી ચકલાથી હલીમની ખડકી, શાહપુર દરવાજાથી લાલા કાકા હોલ, છત્રી સર્કલ થઈ મહેંદી કૂવા, લુહારનગર હનુમાનપુરાથી ગલાજીની ચાલી, લીમડા સર્કલથી શાહપુર ફાયર સ્ટેશન ખાતે સમાપન થશે.