રિપોર્ટ@અમદાવાદ: રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન 3 જાન્યુઆરીથી ખુલ્લું મૂકવામાં આવશે.

3 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે
 
રિપોર્ટ@અમદાવાદ: રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન 3 જાન્યુઆરીથી ખુલ્લું મૂકવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટૂંક સમયમાં ફ્લાવર શો શરુ થવા જઈ રહ્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન 3 જાન્યુઆરીથી ખુલ્લું મૂકવામાં આવશે. લગભગ ત્રણ કરોડના ખર્ચે બનાવાયેલો આ ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળશે. કાર્ટૂન પાત્રો, જંગલનાં પ્રાણીઓના સ્કલ્પચર અને લાઈટિંગ એલીમેન્ટસને કારણે બાળકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

4500 સ્ક્વેર મીટર વિસ્તાર ધરાવતા આ ગાર્ડનમાં 54 પ્રકારના લાઈટિંગ આર્ટ છે, જેમ કે વાઘ, જિરાફ, હાથી, ચેરી ટ્રી, લાઈટિંગ ટનલ અને ડાન્સ ફલોર. અહીં સેલ્ફી પોઈન્ટ અને લાઈટિંગ પાથવે પણ છે, જે ફોટોગ્રાફી શોખીન લોકોને મંત્રમુગ્ધ કરશે. અહીં ચેરી ટ્રી, ગુલાબ, કમળ, સનફ્લાવર, બટરફ્લાય જેવા લાઈટિંગ ફીચર્સ ઉપરાંત ડાન્સ ફલોર, સેલ્ફી પોઈન્ટ્સ અને લાઈટિંગ ટેબલ-ચેર જેવાં અનોખાં એલિમેન્ટ્સ છે. જે બાળકો માટે વિશેષ આકર્ષણ રહેશે.

ફ્લાવર શોના ઉદઘાટનથી ગાર્ડન ખૂલશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ગ્લો ગાર્ડનમાં પ્રવેશ માટે હાલમાં કોઈ ફી નથી રાખવામાં આવી. ફ્લાવર શો બાદ આ ગાર્ડન માટે પ્રવેશ ફી નક્કી થશે. ગ્લો ગાર્ડનને અમદાવાદીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા ગાર્ડનની અનુકૃતિ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. હવે લોકોને આ વિશેષ આનંદ માણવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જવાનું નહીં પડે.