રિપોર્ટ@ગોધરા: ઈસમોના ટોળાએ ધર સળગાવી નાંખતા અંદાજિત 3 લાખનુ નુકસાન, પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
 
રિપોર્ટ@ગોધરા: ઈસમોના ટોળાએ ધર સળગાવી નાંખતા અંદાજિત 3 લાખનુ નુકસાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે.   ગોધરા તાલુકાના ગુસર નવી વસાહત મંદિર ફળિયામાં રહેતા ફરિયાદીના ધરે 18 જેટલા આરોપીઓ હથિયાર સાથે આવ્યા હતા. ફરિયાદીની પત્નિને ગાળો આપી આરોપી ઈસમોએ લાકડી વડે માર મારી ધરને આગ લગાડી દેતા ધરવખરી સહિત અન્ય સરસામાન બળીને ખાખ થઈ જતાં અઢીથી ત્રણ લાખ જેટલુ નુકસાન કરતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ગુસર નવી વસાહત મંદિર ફળિયામાં રહેતા રયજીભાઈ સોમાભાઈ રજાતના ધરે ગામના 18 જેટલા આરોપીઓ એક સંપ કરી આવ્યા હતા. જેમાં આરોપી રણજીતભાઈ છગનભાઈ રજાત હાથમાં પથ્થર તોડવાનો ગણ તેમજ પ્રમીલા દશરથભાઈ રજાત, અર્જુનભાઈ વજાભાઈ રજાત, કમળાબેન ભારતભાઈ રજાત, ગલાભાઈ વિરાભાઈ રજાત, રેશમબેન ગલાભાઈ રજાત હાથમાં મારક હથિયારો સાથે આવ્યા હતા.

આરોપી રેશનબેન ગલાભાઈ રજાત એ ફરિયાદીની પત્નિ ગણાબેન રયજીભાઈ રજાતને લાકડી પગના ભાગે મારી હતી. અને તમામ આરોપીઓ ભેગા મળીને રયજીભાઈ રજાતના ધરને આગ લગાડી હતી. જેને લઈ ધરની બાજુમાં રાખેલ મકાઈનુ ધાસ, તેમજ ધરમાં રાખેલ ધરવખરી, ધરની પાછળ મુકેલ લાકડાઓ તેમજ આરોપી ઈસમોએ ધરમાં રાખેલ તિજોરી, ટી.વી., ફ્રિઝ, બારી-બારણા, સોફા, પલંગને તોડી નાંખી તેમજ સળગાવી અંદાજિત અઢીથી ત્રણ લાખ જેટલુ નુકસાન કરતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસે 18 આરોપીઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.