રિપોર્ટ@ગોધરા: પાલીકાને મ્યુનિસિપલ કમિશનરે પ્રાદેશિક કમિ.પાસે અભિપ્રાય માંગ્યો, જાણો વધુ વિગતે

કચેરી ખાતે અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગોધરા પાલીકા તમામ સ્તરે નિષ્ફ્ળ ગઇ હોવાની લેખીત રજુઆત ગોધરાના અરજદાર સંજય ટહેલ્યાણીએ મુખ્યમંત્રીને સ્વાગતમાં કરી હતી. અરજદારની રજુઆત રાજય મ્યુનિશિપલ કમિશ્નર પાસે પહોચી હતી. જેમાં ગોધરા પાલીકાએ 47 કરોડ પાણી વેરાના અને જીઇબીના લાઇટ બિલ 10 કરોડ ચુકવવાના બાકી છે. 16 કરોડ હાઉસ ટેક્સ વસુલી શકતા નથી. શહેરના 30 ટકા મિલ્ક્ત આકારણી થયેલ નથી. મહેકમ ખર્ચ 70 ટકા જેટલો વધારે છે. હાલના મંજૂર મહેકમ જરૂરીયાત કરતા માત્ર 25 ટકા છે. જેને મંજુર કરવા તસ્દી કરાતી નથી. જેના કારણે વિકાસના કામો થતા નથી.

તમામ કામો ખોરંભે પડી ગયા છે. તેમજ જે કામો થાય છે. તે ભ્રષ્ટાચાર સ્વરુપે નિકળે છે. કર્મચારીને લઘુત્તમ વેતન આપતું નથી. સફાઇ કામદારો 3 મહીનાનો પગાર બાકી છે. પેન્શનરોનું ચાર માસનું પેન્શન બાકી છે. ગોધરા પાલીકા તમામ સ્તરે નીષ્ફળ ગઇ હોવાથી તેને સુપરસીડ કરે તેવી માંગ કરતી અરજી મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન વિભાગને પહોચી હતી. રજુઆતને ગંભીરતા દાખવીને વડોદરા ખાતેના પ્રાદેશીક કમીશ્નરને ગોધરા પાલીકાનો અભિપ્રાય માગતી નોટીસ આપી છે. જેમાં પ્રાદેશીક કમિશ્નર ગોધરા પાલીકા પોતાની ફરજો બજાવવામાં અસમર્થ થયા અંગે તેમજ આર્થિક વહીવટ ખોરંભે પડેલની જરૂરી તપાસ કરીને કચેરી ખાતે અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે.