રિપોર્ટ@ગોધરા: પોલીસે ૫૦૦ ગ્રામ સોનાના જથ્થા સાથે યુવકની અટકાયત કરી
સબીના નામની મહિલાએ આપ્યો હોવાનું સામે આવ્યું
Dec 25, 2023, 15:23 IST

અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક
ગોધરા રેલ્વે સ્ટેશન પાસે બી ડિવિઝન ડી સ્ટાફ પોલીસે ૫૦૦ ગ્રામ સોના સાથે યુવકની ઝડપી લીધો. ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન પાસે શંકાસ્પદયુવક બેગ લઈને જતા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ પોલીસને શંકા જતા યુવકને ઉભો રાખ્યો. પોલીસે યુવકની પૂછપરછ કરી તેની પાસેની બેગમાં તપાસ કકરી. ૩૦ લાખનો ૫૦૦ ગ્રામ સોનાના જથ્થો મળી આવતા પોલીસ ચોકીન ઉઠી.
ઇસમનું નામ અદનાન સુલેમાન કુરેશી અને દિલ્લીના કાશ્મીરની ગેટનો હોવાનું જણાવ્યું. પોલીસે પૂછપરછ દરમિયાન ખબર પડી કે સોનાનો જથ્થો ગોધરાની સબીના નામની મહિલાએ આપ્યો હોવાનું સામે આવ્યું. ગોધરા ટ્રેન દ્વારા દિલ્લી પહોચીને અજાણ્યા વ્યક્તિને પહોચાડવાનું હોવાનું જણાવ્યું. પોલીસે ૫૦૦ ગ્રામ સોનાના જથ્થા સાથે યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.