રિપોર્ટ@ગુજરાત: બસે બાઇકને ટક્કર મારતાં 2 યુવાનને ઈજા પહોચી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

 
રિપોર્ટ@ગુજરાત: બસે બાઇકને ટક્કર મારતાં 2 યુવાનને ઈજા પહોચી, જાણો વધુ વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  બાવળા તાલુકાના મેટાલ ગામના ભરતભાઈ બળદેવભાઈ કોળી પટેલ અને નરેશભાઈ દીપાભાઈ બાઇક લઇને સરખેજ તરફથી સાણંદ ચોકડી તરફ જઇ રહ્યા હતાં ત્યારે બાવળાથી અમદાવાદ લાલ દરવાજા જઈ રહેલી એએમટીએસ બસના ચાલકે બસ બાવળાથી અમદાવાદ તરફના હાઇ-વે ઉપર લઇ જવા માટે વૈશાલી સોસાયટી સામેનાં ક્ટથી લઇ જતાં હતા. દરમિયાન બસ અને બાઇક વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. અકસ્માતમાં બસ સાથે બાઇક થોડે દૂર સુધી ઘસડાયું હતી. જેથી બાઇક ઉપર સવાર બંને યુવાનને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

અકસ્માત થતાં આજુબાજુ માંથી લોકો ભેગા થઈ ગયા હતા. કોઈએ 108ની ઇમરજન્સી સેવાને ફોન કરતાં બાવળાની 108 એમ્બ્યુલન્સ તરત જ ઘરનાં સ્થળે પહોંચી જઇને બંને ઇજાગ્રસ્તને બાવળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા.

બંનેને સારવાર આપીને નરેશભાઇને ગંભીર ઇજા થઇ હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ બાવળા પોલીસને થતાં બાવળા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.