રિપોર્ટ@ગુજરાત: 3 જિલ્લાના 196 ગામના ખેડૂતોનો વિરોધ, જાણો વધુ વિગતે

ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
 
રિપોર્ટ@ગુજરત: 3 જિલ્લાના 196 ગામના ખેડૂતોનો વિરોધ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર વિરોધની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. સાસણમાં 3 જિલ્લાના 196 ગામના ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા જુનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં આજે ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને આ કાયદાનો વિરોધ નોંધાયો હતો.

ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો, માલધારીઓ, મહિલાઓ સહિતના જોડાયા હતા. દરમિયાન સાસણ ખાતે રામધૂન બોલાવીને વિરોધ નોઁધાવવામાં આવ્યો હતો.