રિપોર્ટ@ગુજરાત: 7 થી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન વીક, જાણો કયા દિવસે કયો ડે ઉજવાય છે?

વીકનો છેલ્લો દિવસ વેલેન્ટાઇન ડે 
 
રિપોર્ટ@ગુજરાત: 7 થી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન વીક, જાણો કયા દિવસે કયો ડે ઉજવાય છે?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વેલેન્ટાઇન વીક : ફેબ્રુઆરી એ વર્ષનો સૌથી નાનો મહિનો છે. પરંતુ પ્રેમ, સંસ્કૃતિ અને અન્ય ઘણી બધી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વેલેન્ટાઇન ડે અને વેલેન્ટાઇન વીક ને લીધે ફેબ્રુઆરી યુવા ધડકનો માટે ખાસ છે. 7 થી 14 ફેબ્રુઆરી દરમિયાન વેલેન્ટાઇન વીક તરીકે ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ કેમ છે ખાસ?

કહેવાય છે કે વેલેન્ટાઇન ડે રોમન યુગનો છે. યુવા વર્ગને આકર્ષિત કરતો વેલેન્ટાઇન ડે રોમન લુપરકેલિયા તહેવારમાંથી ઉભરી આવ્યો છે. વેલેન્ટાઇન ડે એ રોમાંસ અને હ્રદયની લાગણીઓ વ્યક્ત કરવાનો ઉત્તમ અવસર છે. પ્રેમની અભિવ્યક્તિ માટે સપ્તાહ દરમિયાન વિવિધ ડે ઉજવવામાં આવે છે. જે પ્રિયજન માટે ખાસ બની રહે છે.

વેલેન્ટાઇન વીક રોઝ ડે સાથે શરુ થાય છે. પ્રેમની અભિવ્યક્તિ કરવા ગુલાબ આપવાથી બીજુ રુડુ શું હોઇ શકે? કદાચ એ જ કારણથી રોઝ ડે સાથે વેલેન્ટાઇન વીક શરુ થાય છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડે ઉજવવામાં આવે છે. વિવિધ રંગના ગુલાબ સાથે પ્રેમ અને સંબંધની શરુઆત થાય છે. એકબીજાને ગુલાબ આપી પ્રેમ અભિવ્યક્ત કરે છે.

પ્રેમ થવો સરળ છે પરંતુ અભિવ્યક્ત કરવો મુશ્કેલ છે. કોઇ ગમવા લાગે પરંતુ એ જ્યારે સામે આવે તો ઘણીવાર એક શબ્દ પણ બોલી શકાતો નથી. વેલેન્ટાઇન વીક નો બીજો દિવસ પ્રપોઝ ડે આવા લોકો માટે પ્રેમ અભિવ્યક્ત કરવા માટે જાદુથી કંઇ કમ નથી. પ્રેમ પામવા માટે શ્રેષ્ઠ રીતે પ્રપોઝ કરવું પણ એટલું જ ખાસ છે.

પ્રિયજનો સાથે મીઠાઇ સાથે ખુશી વ્યક્ત કરવામાં આવે તો એનો આનંદ વધી થાય છે. પ્રિયજન સાથે વેલેન્ટાઇનું પ્રપોઝ કર્યા બાદ યુવા વર્ગ નવા સંબંધને ચોકલેટ સાથે સેલિબ્રેટ કરે છે. એમાં પણ ડાર્ક ચોકલેટ યુવાઓની ખાસ પસંદ છે. ચોકલેટની મીઠાસ સાથે સંબંધમાં પણ મીઠાસ ભળે છે.

ટેડી ડે વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે એટલે કે 10મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે તમારા પાર્ટનરને ખુશ કરવા માટે તમે તેને ક્યૂટ ટેડી ગિફ્ટ કરી શકો છો. જો તમે તમારા પાર્ટનરને રાશિના રંગો અનુસાર ટેડી આપો છો, તો તમારો પ્રેમ કાયમ રહેશે.

વેલેન્ટાઈન વીકનાપાંચમાં દિવસે પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે. પ્રેમીઓ આ દિવસે એકબીજાને વચન આપે છે કે, તેઓ એકબીજાને ક્યારેયનહીં છોડે અને દરેક સુખ-દુઃખમાં સાથે રહેશે. આનાથી તેમના સંબંધો મજબૂત બને છે, તેમને એકબીજાનો સાથ મળે છે. આ દિવસે તમારાપાર્ટનરને કહો કે, તમે આ સંબંધને જાળવી રાખવા માટે બધું કરવા તૈયાર છો.

હગ ડે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકના ભાગરૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પ્રિયજનને ગળે લગાવીને પ્રેમ વ્યક્ત કરી શકો છો. કોઈને ગળે લગાવવું એટલે દિલથી હાથ મિલાવવા બરાબર છે. આમ કરવાથી અમે કોઈ પણ શબ્દનો ઉપયોગ કર્યા વગર તમારી આખી વાત કહી શકો છો. હગ ડે એ લોકો માટે ખાસ દિવસ છે જે લોકો સ્પર્શ કરીને તેમના પ્રેમને વ્યક્ત કરવામાં માને છે. આપણા જીવનમાં લોકોને ગળે લગાવવાના મહત્વની યાદ અપાવવાનો દિવસ છે. હગ કરવુ એ પ્રેમ જતાવવાની એક શક્તિશાળી રીત છે. જે શારીરિક અને ભાવનાત્મક લાગણીઓને પણ વધારે છે.

વેલેન્ટાઈન વીકમાં 13મી તારીખે કિસ ડે છે. કિસ ડે પર પ્રેમીઓ-પરિણીત યુગલો તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે એકબીજાને પ્રેમથી ચુંબન કરે છે. જેમનો પ્રસ્તાવ પ્રપોઝ ડેના દિવસે સ્વીકારવામાં આવ્યો છે, તેઓ કિસ ડે પર ખચકાટ વિના તેમના પ્રેમને ચુંબન કરી શકે છે. તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે તમે તમારા પ્રેમિકા અથવા પ્રેમીને હાથ, કપાળ, ગાલ પર ચુંબન કરીને વ્યક્ત કરી શકો છો. આ રીતે પ્રેમી-પ્રેમિકા અને પરિણીત યુગલો એકબીજા પ્રત્યેનો અવિશ્વસનીય પ્રેમ વ્યક્ત કરે છે.

વીકનો છેલ્લો દિવસ વેલેન્ટાઇન ડે ના નામથી ઓળખવામાં આવે છે. આ 14 ફેબ્રુઆરીએ આવે છે અને સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને કપલ્સ ઘણી શાનદાર રીતે સેલિબ્રેટ કરે છે. એકબીજાને ભેટ આપે છે અને એક સાથે સમય પસાર કરે છે.