રિપોર્ટ@ગુજરાત: પિતાએ બાળકની બેરહમી પૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી, કયા કારણે આવ્ય કર્યું ?

બેરહમીથી બાળકની હત્યા કરી

 
ક્રાઈમ@હળવદ: પિતા એ પુત્રની બેરહમી પૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી, કયા કારણે આવ્ય કર્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાં હળવદથી હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે.  જ્યાં એક પિતાએ પોતાનીજ બાળકીનો જીવ લઇ લીધો.  હળવદના ટીકર ગામ નજીક રણમાં કુડા નિમકનગર ગજા વિસ્તારમાં ગઈકાલે પિતા એ પુત્રની બેરહમી પૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી.  તો ધટનાની જાણ થતા જ હળવદ પોલીસની ટીમ દોડી જઈને તપાસ ચલાવી છે. જે મામલે મૃતકની માતા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હળવદના ટીકર ગામે કુડા નિમકનગર ગંજા વિસ્તારમાં રહેતા અમીનાબેન અસગરભાઈ માણેક એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  તેની ફઈની દીકરી શારબાનું અલીભાઈના લગ્ન તા.૮,૯,૧૦ ના હોવાથી મારા માતા શેરબાનુંબેન તથા મારા પિતા વલીમહમદભાઈ અલીભાઈ ભટ્ટી તથા માસીના દીકરા ઇકબાલભાઈ તથા મામાની દીકરી મમતાજબેન અનવરભાઈ અને આશબાઈબેન આવેલ હોય અને લગ્ન પુરા થઇ જતા તા.૧૦ ના રોજ સાંજના સુમારે તેઓને મુકવા જતા જતા હોય અને રસ્તામાં મુકીને પરત ફરતા ઘરે આવી પતિ અસગરભાઈ સાથે ફુઈના ઘરે બેસવા જવાની ના પાડેલ અને રાતના અમીનાબેને તેના માતા પિતાને બોલાવતા ફરી અસગરભાઈ એ અમીનાબેન સાથે ઝધડો થયેલ હતો. કાહેક કે તારે કોઈની સાથે બેસવા જવાનું નથી.  તેમ કહીને અસગરભાઈ એ અમીનાબેનના વાળ પકડીને માર મારેલ જેથી અમીનાબેનને તેના માતા પિતા ફુઈના ઘરે લઇ ગયેલ અને રાતના સગા હોવાથી સમાધાન કરેલુ.

તા.૧૧ ના અમીનાબેન, તેનો દીકરો અરમાન, માતા શેરબાનુંબેન, પિતા વલીમહમદભાઈ અલીભાઈ ભટી,સસરા અનવરભાઈ, દિયર સલેમાનભાઈ અને સાસુ રોશનબેન ઘરે ગયલ હતા. પતિ અસગરભાઈ ઘરે હાજર જતા જેથી થોડા દિવસ માતા પિતાના ઘરે જવાની વાત કરતા હતા.  અસગરભાઈ એ થોડા દિવસ પછી જવાનું કહીને ઘરની પાછળ દોડેલ અને તુરત જ ખેતર તરફ દોડીને ભાગેલ.  દરમિયાન અરમાનને પરત આપવાની બુમો પાડતા અસગરભાઈ એ અરમાનને હાથમાંથી ઉલાળી જમીન પર પછડાઈ.  જેથી અરમાનને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા મરણ ગયેલ હોવાનું ડોકટરે જણાવતા બનાવ હત્યામાં પલટાયો હતો જે મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.