રિપોર્ટ@ગુજરાત: સારા વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, ગીરાધોધ સક્રિય થયો
ગીરાધોધ સક્રિય થયો
Jul 16, 2024, 09:29 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં સારા વરસાદના કારણે પ્રકૃતિ ખીલી ઉઠી છે. નદીઓ વહેતી થઇ છે. સારા વરસાદને પગલે ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ સક્રિય થયો છે.
જેનો નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે. ધોધ સક્રિય થતાની સાથે જ પ્રકૃતિ પ્રેમીઓ આ દૃશ્યો નીહાળવા માટે પહોંચ્યા હતા. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી ત્રણસો ફૂટના વિશાળ પટમાં, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે.
જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના 'ધુંઆધાર વોટરફોલ'ની યાદ અપાવી જાય છે.