રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ-ગાંધીનગરની 35 સ્પા-હોટલોમાં CID ક્રાઇમની રેડ, જાણો વધુ
અટલ સમાચાર દોત્બ કોમ, ડેસ્ક
રાજ્યમાં કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં ચાલતા સ્પા અને હોટલોની અંદર થતા ગોરખધંધાઓ ઘણી વખત સામે આવ્યા છે, પરંતુ કેટલીક જગ્યાએ ચાલતા આ અનૈતિક વેપારને સ્થાનિક પોલીસ મદદ કરતી હોવાની વાતો પણ સામે આવી હતી. પરંતુ ગુજરાતની CID ક્રાઇમે એક જ રાતમાં 35 જગ્યાએ રેડ કરીને આરોપીઓને ઝડપી લીધા છે.
અમદાવાદની મોંઘી હોટલો અને તેમજ ગાંધીનગરની કેટલીક હોટલોમાં એક સાથે CID ક્રાઈમની 35 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ રેડમાં જોડાઈ હતી અને દરેક જગ્યાએ રેડ કરી આખા રેકેટના પર્દાફાશ કર્યો છે. આ રેડ માટે CID ક્રાઇમના વડાએ 35 PIને સીલબંધ કવર આપી રેડ માટે દોડાવ્યા હતા.
આ રેડમાં હોટલોમાંથી વિદેશી યુવતીઓ મળી આવી છે, જેને અનૈતિક કામ માટે સ્પામાં સંતાડવામાં આવી હતી, જ્યારે કેટલીક હોટલમાં દારૂ, યુવતીઓ અને ટ્રાન્સજેન્ડર પણ મળી આવ્યા છે. જેમાં પોલીસે બીજા ગુના નોંધ્યા છે. આ સમગ્ર રેડ દરમિયાન CID ક્રાઇમે કુલ 22 જેટલા ગુના નોંધીને સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાવી દીધો છે. તેમજ 42 લોકોની અટકાયત કરી છે.