રિપોર્ટ@ગુજરાત: અનંત-રાધિકાની પ્રી-વેડિંગની તસવીર વાઇરલ થઇ, જાણો વધુ વિગતે
બાર્બી ડ્રેસમાં જોવા મળી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધનિક અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ જામ્યો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ જુલાઈ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાં અંબાણી પરિવારે કપલ માટે ક્રુઝ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અંબાણીઓએ આ પાર્ટીને ખૂબ જ સિક્રેટ રાખી હતી, જેના કારણે અત્યાર સુધી ન તો કોઈ સેલેબ્સનો લુક સામે આવ્યો છે અને ન તો અંબાણી પરિવારની કોઈ ઝલક જોવા મળી છે. પરંતુ હવે અંબાણી પરિવારની બેક ટુ બેક પાર્ટીઓની તસવીરો વાઇરલ થઇ રહી છે. હાલમાં જ આ પ્રી-વેડિંગના અનંત-રાધિકાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી છે, જ્યારે હવે આ પાર્ટીની ઈશા અંબાણીની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તસવીરમાં રાધિકા મર્ચન્ટ અને અનંત એકસાથે જોવા મળે છે. આ દરમિયાન રાધિકા ગુલાબી ડ્રેસમાં એકદમ બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે. આ સાથે તે ડ્રેસ સાથે મેચ થતી ક્યૂટ હેન્ડ બેગ પણ લઈ રહી છે. તસવીરમાં રાધિકા હસતી અને તેના પ્રી-વેડિંગ ફંક્શનને એન્જોય કરતી જોવા મળે છે. તો બાજુમાં ઉભેલો અનંત પણ રાધિકાને પ્રેમથી જોતો જોવા મળે છે. આ દરમિયાન અનંત બ્લુ શર્ટમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો છે. આ સિવાય કપલના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં બંને તેમના ફંક્શનને એન્જોય કરતા અને તાળીઓ પાડતા જોવા મળે છે. બીજા પ્રી-વેડિંગના કપલની આ પહેલી ઝલક છે અને ફેન્સ તેને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
અંબાણી પરિવારના એક ફેન પેજએ ઈશા અંબાણીની ક્રૂઝ પાર્ટીની પહેલી તસવીર ઈન્સ્ટા પર શેર કરી છે. આ તસવીરમાં ઈશા ભાઈ અનંત અંબાણી અને તેની ભાવિ ભાભી રાધિકા મર્ચન્ટની ક્રૂઝ પાર્ટીમાં કો-ઓર્ડ સેટમાં જોવા મળે છે, જેમાં કોર્સેટની વિગતો હતી. ઈશા આ ડ્રેસ સાથે સનગ્લાસ અને હૂપ ઈયરિંગ્સ કેરી કરતી જોવા મળી હતી. ઈશાએ લાઇટ મેક-અપ અને મેસી બન સાથે તેનો લુક પૂર્ણ કર્યો. આ તસવીરમાં તે એક મહેમાન સાથે સુંદર બેકગ્રાઉન્ડમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ઈશાનો આ સિમ્પલ અને ક્લાસી લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.