રિપોર્ટ@ગુજરાત: પ્રાથમિક શિક્ષકો માટે TET-1 પરીક્ષાનું શેડ્યુલ જાહેર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા હજારો યુવાનો માટે TET-1 પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક માટે પાત્રતા મળશે. પરીક્ષા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 ઑક્ટોબર, 2025થી શરૂ થશે, જ્યારે 14 ડિસેમ્બર, 2025ના રોજ પરીક્ષા યોજાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા પ્રાથમિક શિક્ષકો (વર્ગ 1થી 5) માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ-1 (TET-1) 2025ની સૂચના જારી કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્રતા મળશે. જાહેરાત ક્રમાંક TET1/2025/12028-12140 અનુસાર, ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 ઓક્ટોબર 2025થી શરૂ થઈને 12 નવેમ્બર 2025 સુધી ચાલશે. પરીક્ષા તારીખ 14 ડિસેમ્બર 2025ના રોજ યોજાશે. આ પરીક્ષા 150 માર્ક્સની હશે, જેમાં 150 મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs) હશે અને સમય 90 મિનિટનો રહેશે.
પાત્રતા માપદંડો અનુસાર ઉમેદવારોએ ક્વોલિફિકેશન મેળવેલું હોવું જોઈએ. સામાન્ય વર્ગ માટે વયમર્યાદા 18થી 35 વર્ષ છે, જ્યારે અનુસૂચિત જાતિ/જનજાતિ, SEBC, PH અને EWS વર્ગ માટે છૂટછાટ આપવામાં આવી છે. અરજી ફી સામાન્ય વર્ગ માટે રૂ. 350 અને અન્ય વર્ગો માટે રૂ. 250 રાખવામાં આવી છે.
150 માર્ક્સની આ પરીક્ષામાં ભાષા, ગણિત, સામાન્ય જ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર જેવા વિષયો આવરી લેવાશે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ (ojas.gujarat.gov.in) પર અરજી કરવાની રહેશે. વિગતવાર અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે. ઉમેદવારોએ વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને ફોટો/સહી અપલોડ કરવાના રહેશે. આ જાહેરાતથી હજારો યુવા ઉમેદવારોને તક મળશે અને રાજ્યની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવશે.

