રિપોર્ટ@ગુજરાત: અયોધ્યા અને રામ મંદિરનો ધામધૂમ જોવા મળી રહ્યો છે, ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ

 સર્ચમાં 1800 ટકા વધારો

 
રિપોર્ટ@ગુજરાત: અયોધ્યા અને રામ મંદિરનો ધામધૂમ જોવા મળી રહ્યો છે, ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈન્ટરનેટ પર અયોધ્યા અને રામ મંદિરને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે સાધુ મહંત અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અયોધ્યા અને રામ મંદિરને લઈને ઈન્ટરનેટ સર્ચમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ઓનલાઈન ટ્રાવેલ કંપની MakemyTripના સર્વે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યાની શોધમાં લગભગ 1800 ટકા થી વધારાની વૃદ્ધિ નોંધાઈ છે. રિપોર્ટ મુજબ ભારતમાં આધ્યાત્મિક પર્યટનમાં નોંધપાત્ર વધારો થયો છે. કંપનીનો દાવો છે કે છેલ્લા બે વર્ષમાં તીર્થસ્થળની મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં 97 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જો અયોધ્યાની વાત કરીએ તો તેના સર્ચમાં 1806 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

માત્ર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સર્ચ લિસ્ટમાં પણ વધારો થયો છે. દુનિયામાં 5 દેશ એવા છે જેમાં અયોધ્યામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આમાં અમેરિકા 22.5 ટકા સાથે સર્વોચ્ચ સ્થાને છે. ગલ્ફ દેશો 22 ટકા સાથે બીજા સ્થાને છે. આ સાથે કેનેડા 9.3 ટકા સાથે ત્રીજા સ્થાને છે. નેપાળ 6.6 ટકા સાથે ચોથા સ્થાને અને ઓસ્ટ્રેલિયા 6.1 ટકા સાથે પાંચમા સ્થાને છે. આ સર્ચ ડેટા 1 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2024 વચ્ચેનો છે.