રિપોર્ટ@ગુજરાત: બહુચરાજી એસટી ડેપો દ્વારા ચૈત્રી પૂનમના લોકમેળામાં કરાયેલા સંચાલનમાં રૂ.28.83 લાખ આવક થઇ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં કેટલાક મહામેળાઓ યોજાતા હોય છે. લાખો લોકો આ મેળાઓમાં જોવા મળતા હોય છે. બહુચરાજી એસટી ડેપો દ્વારા ચૈત્રી પૂનમના લોકમેળા દરમિયાન ત્રણ દિવસ એક્સ્ટ્રા બસો સાથે કરાયેલા સંચાલનમાં રૂ.28.83 લાખ જેટલી માતબર આવક થઈ હતી. જેમાં એકસ્ટ્રા બસોના સંચાલનમાં રૂ.12.25 લાખની આવક થઈ હતી. 62,810 મુસાફરોએ એસટી સેવાનો લાભ લીધો હતો.
બહુચરાજીમાં ચૈત્રી પૂનમના લોકમેળા દરમિયાન તા.21 થી 23 એપ્રિલ દરમિયાન વિભાગીય નિયામક જી.એચ.ગોસ્વામી, પરિવહન અધિકારી યોગેશ ચૌધરી, ડીએમઇ શૈલેશભાઇ પટેલના માર્ગદર્શન અને બહુચરાજી ડેપો મેનેજર મનીષાબેન ચાવડા અને ટીઆઈ બાબુભાઇ ચૌધરીની દેખરેખ હેઠળ એક્સ્ટ્રા સાથે રેગ્યુલ૨ બસોનું સંચાલન કરાયું હતું.
જેમાં એસટી કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક ફરજના પરિણામ સ્વરૂપ આ ત્રણ દિવસમાં બહુચરાજી ડેપોને એક્સ્ટ્રા બસોના સંચાલનમાં થયેલી રૂ.12,25,948 સાથે કુલ રૂ.28,83,598ની નોંધપાત્ર આવક થઈ હતી. 62,810 યાત્રિકોએ એસટી સેવાનો લાભ લીધો.